Social

February 4th, 2011 @   -  No Comments
આરોગ્ય કેન્દ્ર :
કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે આરોગ્ય કેન્દ્ર ચલાવવામાં આવે છે. જેમાં ઍક તબીબ સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે ૧૦ થી ૧૨ દરમિયાન સેવા આપે છે. નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થી ભાઈ-બહેનોની શારીરિક ચકાસણી કરીને તેમને પોષણ બાબતે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
શ્રી યશવંત શુક્લ ગ્રંથાલય
આ ગ્રંથાલયમાં ૬૫ હજાર જેટલા પુસ્તકોની મોટી સંખ્યામાં દરેક વિષયના સંદર્ભ ગ્રંથો ઉપલબ્ધ છે. ૮૦ જેટલા વિવિધ સામયિકો ધરાવતા આ ગ્રંથાલયમાં અંગ્રેજી સાહિત્યના અલભ્ય પુસ્તકોનો મોટો સંગ્રહ પણ છે. કમ્પ્યુટરની આધુનીક સગવડો ધરાવતા આ ગ્રંથાલયમાં સવાસો જેટલા વિદ્યાર્થીઓ ઍક સાથે બેસી શકે તેઓ મોટો વાંચન ખંડ પણ ઉપલબ્ધ છે. આ ગ્રંથાલયના ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે ઍક રીડીંગ ક્લબ પણ ચલાવવામાં આવે છે.
કોલેજમાં કાર્યરત અભ્યાસવર્તુળો
આ કોલેજમાં બી. ઍ. કક્ષાઍ નિયમિત શિક્ષણ-કાર્યની સાથે-સાથે તે-તે વિષયોના અભ્યાસવર્તુળો પણ સક્રિય છે. આ વર્તુળો દ્વારા શૈક્ષણિક તેમજ શિક્ષણપૂરક પ્રવૃત્તિઓ ચાલતી હાય છે જે વિદ્યાર્થીના બૌદ્ધિક ઘડતરમાં મદદરૂપ નીવડે છે. વિદ્યાર્થીઓ વાંચનમાં વિશેષ અભિરૂચિ દાખવે તે હેતુથી ‘વાંચન-શિબિર’ અને વિદ્યાર્થીઓમાં વક્તૃત્વકલા ખીલે ટી માટે ‘વિચારમંચ’ જેવી શિક્ષણપૂરક પ્રવૃત્તિઓ નિયમિત રીતે અધ્યાપકોના સહયોગથી ચાલે છે. આ ઉપરાંત મંચીય કળાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તે હેતુથી નાટક અને લોકકલાઓના શિક્ષણમાં વિશેષ રસ દાખવે છે.
વિદ્યાર્થી માર્ગદર્શન કેન્દ્ર
યુવાનોને તરુણાવસ્થા દરમિયાન અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વિદ્યાથીઓની સમસ્યાઓને સમજવી તેમજ તેમની સમસ્યાઓને ઉકેલવેમાં સહાયભૂત થવું ટી શિક્ષણ સંસ્થાનું ઍક કાર્ય છે. તેથી આપની સમસ્યાઓને ઉકેલવામાં સહાયભૂત થવું તે શિક્ષણ સંસ્થાનું ઍક કાર્ય છે. તેથી આપની કોલેજના માનસશાસ્ત્ર વિભાગ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહે તે માટે ઍક ‘વિદ્યાર્થી માર્ગદર્શન કેન્દ્ર’ શરૂ કરવામાં આવ્યું છે. સ્થળ : વિદ્યાર્થી માર્ગદર્શન કેન્દ્ર, રૂમ નં : ૩૬-ઍ, ત્રીજે માળે સમય : દર ગુરૂવારે તથા શનિવારે ૧૦-૩૦ થી ૧૨-૦૦ કલાકે
લૅંગ્વેજ લેબોરેટરી :
ગુજરાત સરકારની આર્થિક સહાયથી કોલેજ પરિસાદમાં ૨૫ કોમ્પુટરની સજ્જ લૅંગ્વેજ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે. અહીં અંગ્રેજી ભાષામાં વ્યાકરણ તથા ઉચ્ચારણો શીખવવામાં આવે છે. પાયાનું અંગ્રેજી શીખવા માટે આ લૅંગ્વેજ લેબોરેટરી અત્યંત મહત્વનું પરિબળ છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેનો લાભ લે છે.

Leave a Reply